Pages

Wednesday, 17 August 2016

Gk history

‼️ઈતિહાસમાં 13 ઓગસ્ટનો દિવસ🔆

⚙⛓સ્ટેઇનલેસ સ્ટીલની શોધ⚙⛓

1913 ની 13 ઓગસ્ટે બ્રિટિશ ધાતુશાસ્ત્રી હેરી બ્રિયર્લીએ સ્ટેઇનલેસ સ્ટીલનું ઔદ્યોગિક ઉત્પાદન કર્યું હતું . લોખંડમાં ક્રોમિયમ સહિતની ધાતુ ઉમેરીને તૈયાર થતા સ્ટીલની શોધ બ્રિટિશ સંશોધકો ક્લર્ક અને વૂડ્સે કરી હતી .


💳💳બર્લિન વોલનું નિર્માણ💳💳


1961 ની 13 ઓગસ્ટે કમ્યુનિસ્ટ પૂર્વ જર્મનીએ લોકોને લોકતાંત્રિક વેસ્ટ જર્મનીમાં જતા રોકવા 155 કિલોમીટર લાંબી ઐતિહાસિક બર્લિન વોલ બાંધવાનું કામ શરૂ કર્યું હતું . 1989 માં આ વોલ તોડી નાખવામાં આવી હતી .


🛩એપોલો -11 ના હીરોનું અભિવાદન🚀

ચંદ્ર પર ઉતરનારા આર્મસ્ટ્રોંગ અને સાથીઓનું 1969 માં આજના દિવસે ન્યૂયોર્કમાં ભવ્ય અભિવાદન કરાયુ હતું . જુલાઈમાં ઐતિહાસિક સિદ્ધિ બાદ પરત ફરેલા ત્રણેયને ત્રણ સપ્તાહ લોકોના સંપર્કથી દૂર રખાયા હતા .

🚦🚥નેશનલ હાઇવે🚥🚦

વર્ષ ૧૯૫૬માં ભારત સરકારે નેશનલ હાઇવે એક્ટ આજના દિવસે પસાર કર્યો હતો . વર્ષ ૨૦૧૫ સુધીમાં ભારતમાં ૯૬૨૬૦ કિલોમીટરના નેશનલ હાઇવે અને ૧૦૦૦ કિલોમીટર સુધીના એક્સપ્રેસ વે મોજૂદ છે.

🚏તા. ૧૩/૮/૨૦૧૬ શનિવાર

🎥બોટાદ :દુઃખદ સમાચાર પ્રમુખ સવામી મહારાજ 95 વર્ષેની વયે બ્રહ્મલીન થયા,સળગપુર ખાતે લીધા અંતિમશ્વાસ.  છેલ્લા ઘણા સમયથી હતા બીમાર.હજારો ભક્તો ઘેરા શોકની લાગણીમાં.1300 દિવસથી સળગપુરમાં બોટાદ હતા.સાંજે 6 કલાકે બ્રહ્મલીન સાળંગપુર ખાતે થયા,લાખોલોકોને માર્ગદર્શન આપ્યું હતું.સ્વર્ગવાસથી ભક્તો શોકમગ્ન સ્વામિનારાયણમાં તેમનો  5 મોં  અવતાર ગણાય છે તેમને 10 જાન્યુઆરી 1949 માં દીક્ષા લીધી  હતી 7 ડિસેમ્બર 1921 જન્મ  1940 ગોંડલમાં પ્રમુખ સ્વામી ભાગવત દીક્ષા લીધી હતી.

કાશ્મીરની હાલમાં તંગદિલી મામલે બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પણ ભારતનો જ ભાગ છે.જમ્મુ કાશ્મીરના લોકોનો વિશ્વાસ જીતવો જરૂરી.


🚥રિયો ઓલમ્પિકમાં અમેરિકન તરણવીર ખેલાડી માઈકલ ફેલ્પ્સ વધુ એક ગોલ્ડ જીત્યો. આ ઓલમ્પિકમાં તેનો ચોથો ગોલ્ડ સાથે ઓલમ્પિકમાં કુલ ૨૨ ગોલ્ડ જીત્યા.

🚦થાઈલેન્ડમાં ચોવીસ કલાકમાં ૧૧ વિસ્ફોટ , ૪ મોત, પચ્ચીસથી વધુ ઘાયલ.

🚥રિયો ઓલમ્પિકમાં સાનિયા –બોપન્નાની જોડી સેમી ફાઈનલમાં પ્રવેશ. ભારતીય પુરૂષ હોકી કેનેડા સામેની મેચ ૨-૨ થી ડ્રો થઇ. એથ્લેટીક્સમાં ભારતનું ખરાબ પ્રદર્શન.


રિયો ઓલમ્પિકમાં ભારતીય ખેલમંત્રી વિજય ગોયલની માન્યતા રદ કરવાની રિયોની ચેતવણી.

🚥GST બીલનો સૌપ્રથમ અમલ કરનાર આસામ દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

🏁ગુજરાતમાં વધુ ત્રણ સંસદીય સચિવ તરીકે પુનમ મકવાણા, દુર્ગેશ મોદી અને હીરાભાઈ સોલંકીની નિમણૂંક કરવામાં આવી. આમ ગુજરાતમાં વિક્રમજનક કુલ ૧૧ સંસદીય સચિવોની નિમણૂંક કરવામાં આવી.

🎥🎥🎥🎥🎥🎥🎥🎥

જે.એસ.બાયર્ડ

🖥ટેલીવિઝનની શોધ કરનાર મહાન વૈજ્ઞાનિક જ્હોન લોગી બાયર્ડનો જન્મ તા. ૧૩/૮/૧૮૮૮ના રોજ સ્કોટલેન્ડમાં આવેલા હેલ્સંબર્ગ નામના ગામમાં થયો હતો.

 તેમના પિતા એક શિક્ષિત પાદરી હતા. બચપણથી ફોટોગ્રાફીનો શોખ હતો. ફોટોગ્રાફીમાં રસ સ્કૂલના ફોટોગ્રાફી ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

૧૨ વર્ષની નાનીવયે બાયર્ડ પોતાના મિત્રોની મદદથી ટેલીવિઝન લાઈન તૈયાર કરી હતી. ગણિત અને વિજ્ઞાન તેમના પ્રિય વિષયો હતા. તેમણે ગ્લાસગોમાં રોયલ ટેકનીકલ કોલેજમાં ઈલેક્ટ્રીકલ એન્જીનિયરીંગના સ્નાતક બન્યા.

ઈ.સ. ૧૯૨૬માં રોયલ ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ લંડનના સભ્યો સમક્ષ ટેલીવીઝનની શોધનો પ્રયોગ કરી બતાવ્યો. વર્ષ ૧૯૨૭માં અંધારામાં દ્રશ્ય જોઈ શકાય એટલા માટે ‘ નોક્ટોવાઈઝર’ બનાવ્યું. આ સાધનનો ઉપયોગ કરીને 🖥ઈ.સ. ૧૯૨૮માં ઈંગ્લેન્ડનું એક દ્રશ્ય મધ્ય એટલાન્ટીકમાં આવેલા બેરાનગેરીયામાં બનાવ્યું.

 ઈ.સ. ૧૯૨૯માં જર્મન પોસ્ટ ઓફિસે અખતરા કરવાની તેને સંપૂર્ણ સગવડ આપી. ટેલિવિઝનના મહાન શોધક જ્હોન લોગી બાયર્ડ ૧૪ જુન ૧૯૪૬ના રોજ ઈંગ્લેન્ડના દરિયા કિનારે આવેલા બેકસહિલ ખાતે ૫૮ વર્ષની વયે અવસાન થયું.

0 comments:

Post a Comment