Pages

Saturday, 6 August 2016

Gk

હાલના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાજીનામુ આપી દીધુ છે અને આજે રાજયપાલને સુપરત કર્યું હતું. ત્યારે તેમના કાર્યકાળની વાત કરીએ તો તેમણે માત્ર 804 દિવસ જ ગુજરાતના સીએમ પદ પર રાજ કર્યુ છે. 22 મે, 2014ના દિવસે તેમણે સત્તાગ્રહણ કરી હતી, અને આજે 3 ઓગસ્ટ, 2016ના દિવસે રાજીનામુ ધરી દીધુ છે.

સૌથી વધુ દિવસ મુખ્યમંત્રી પદનો હવાલો સંભાળ્યાના લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોખરે છે. જેમણે સળંગ 4,610 દિવસ ગુજરાતમાં સીએમ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. જ્યારે સૌથી ઓછો સમય રાજપાના દિલીપ પરીખનો છે. જેઓ માત્ર 128 દિવસ રહ્યા હતા. ગુજરાતની સ્થાપ્ના થયા બાદ કયા મુખ્યમંત્રીએ કેટલા દિવસ કાર્યભાર સંભાળ્યો તે તમને જાણવુ ગમશે.

Close ad X

જીવરાજ નારાયણ મહેતા          1238 દિવસ     કોંગ્રેસ  1960-63
બળવંતરાય મહેતા                733 દિવસ       કોંગ્રેસ    1963-65
હિતેન્દ્ર દેસાઈ                      2062 દિવસ      કોંગ્રેસ   1965-1971
ઘનશ્યામ ઓઝા                   488 દિવસ        કોંગ્રેસ   1972-73
ચિમનભાઈ પટેલ                  207 દિવસ       કોંગ્રેસ    1973-74
બાબુભાઈ જ પટેલ                211 દિવસ  જનતા મોરચો  1975-76
માધવસિંહ સોલંકી                108 દિવસ       કોંગ્રેસ     1976-77
બાબુભાઈ જ પટેલ               1042 દિવસ      કોંગ્રેસ     1977-1980
માધવસિંહ સોલંકી                1856 દિવસ      કોંગ્રેસ    1980-1985
અમરસિંહ સોલંકી                  1618 દિવસ     કોંગ્રેસ    1985-1989
માધવસિંહ સોલંકી                 85 દિવસ         કોંગ્રેસ     1989-1990
ચિમનભાઈ પટેલ                  1445 દિવસ     જનતાદળ+ભાજપ+જનતાદળ જી+કોંગ્રેસ        1990-1994
છબીલદાસ મહેતા                  391 દિવસ      કોંગ્રેસ    1994-1995
કેશુભાઈ પટેલ                       221 દિવસ      ભાજપ    1995-95
સુરેશ મહેતા                          334 દિવસ      ભાજપ    1995-96
શંકરસિહ વાઘેલા                    370 દિવસ       રાજપા(રાષ્ટ્રીય જનતા પાર્ટી)                    1996-1997
દિલીપ પરીખ                         128 દિવસ      રાજપા     1997-1998
કેશુભાઈ પટેલ                      1312 દિવસ       ભાજપા     1998-2001
નરેન્દ્રભાઈ મોદી                   4610 દિવસ        ભાજપા    2001-2014
આનંદીબહેન પટેલ                804 દિવસ          ભાજપા    2014-2016

0 comments:

Post a Comment